બહેરામપુરા વિસ્તારમાં શનિવારે રાત્રિના સમયે હિમેશ પરમાર નામના યુવકની થયેલી હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. થોડા દિવસ પહેલા હિમેશ પરમારે પોતાના ઘરના ઓટલા પર બેસવા બાબતે સગીરને ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખી સગીરે તેના મિત્ર સાથે મળી હત્યા નિપજાવી..