ગારિયાધાર: *ગારીયાધારમાં મોબાઈલ દુકાનમાં લાખોની ચોરી:* પોલીસ સ્ટેશન નજીક બનેલી ઘટનાથી વેપારીઓમાં રોષ
*ગારીયાધારમાં મોબાઈલ દુકાનમાં લાખોની ચોરી:* પોલીસ સ્ટેશન નજીક બનેલી ઘટનાથી વેપારીઓમાં રોષ ગારીયાધારના પચ્છેગામ રોડ પર રાત્રિના સમયે મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સની એક દુકાનમાં ચોરીનો બનાવ બનતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા તસ્કરો દ્વારા દુકાનમાંથી મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ સામાન, કેમેરા સિસ્ટમ તથા રોકડ રકમ સહિત અંદાજે રૂ. 13 થી 14 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.