વલસાડ જિલ્લા ભાજપ મંત્રી અને શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના મહામંત્રી શ્રી ગિરીશકુમાર હરિભાઈ ટંડેલની મહત્વની જવાબદારી માટે પસંદગી કરવામાં આવી છે. 'શ્રી દક્ષિણ ગુજરાત વહાણવટું અને મત્સ્યોદ્યોગ સહકારી સંઘ'ના પ્રમુખ તરીકે આગામી ૫ વર્ષ માટે તેમની બિનહરીફ વરણી કરવામાં આવી છે. માછીમાર સમાજ અને સહકારી ક્ષેત્રમાં તેમના બહોળા અનુભવને જોતા તેમને આ મહત્વનું પદ સોંપવામાં આવ્યું છે. આ નિમણૂકથી સ્થાનિક માછીમાર સમાજ અને સમર્થકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
Valsad, Valsad | Sep 7, 2026