ઘોઘંબા: પંચમહાલ જિલ્લામાં ઈંધણના જથ્થા અંગે કલેક્ટર અજય દહિયાએ સમીક્ષા બેઠક યોજી
પંચમહાલ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો જળવાઈ રહે તે માટે કલેક્ટર અજય દહિયાએ સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓના સેલ્સ હેડ અને અધિકારીઓ હાજર રહ્યા. જિલ્લામાં ઉપલબ્ધ સ્ટોક અને જરૂરિયાત મુજબના પુરવઠાની સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરે સૂચના આપી કે ઈંધણની અછત ન સર્જાય અને સપ્લાય ચેઈન સતત ચાલુ રહે. ખેતી અને પરિવહન ક્ષેત્રે અસર ન પડે તે માટે વહીવટી તંત્ર અને કંપનીઓ વચ્ચે સંકલન મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો.