દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ
દેવગઢ બારિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1, 4 અને 5ની કુલ 6 બેઠકો માટે મતદાન હાથ ધરાયું છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે.
ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો અને વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે તેમજ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ
Dohad, Dahod | Jul 28, 2026