આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ છેતરપિંડીની બોપલમાં ફરિયાદ નોંધાઈ હતી.યુવકને અજાણ્યા નંબર પરથી મેસેજ કરી મહિલા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે વધુ નફો આપવાની લાલચ આપી હતી. યુવકે ટુકડે-ટુકડે 5.56 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. યુવકને નફા સાથેની વધુ રકમ ઉપાડવી હોય તો ટેક્ષ ભરવાનું કહ્યું.જેથી યુવકને ફ્રોડ થયાની જાણ થતા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.