માંડવી: શિરવા ગામે ‘વિજય વિશ્વાસ સંમેલન’ યોજાયું, ચૂંટણી લક્ષી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન
Mandvi, Kutch | Apr 22, 2026 માંડવી તાલુકાના શિરવા ગામે ‘વિજય વિશ્વાસ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ભાજપના ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સંમેલનમાં ભાજપના આગેવાનોએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત માટે સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરોને