માંડવી: પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત, દિપ્તાનંદ સ્વામીએ કહ્યું સનાતન ધર્મનો વિજય
Mandvi, Kutch | May 4, 2026 પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતના માહોલ વચ્ચે ધાર્મિક અને સામાજિક વર્ગોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. પાતાળેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી દિપ્તાનંદજી મહારાજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ જીત સનાતન ધર્મની જીત સમાન છે.તેમણે સમગ્ર ભારતીય જનતા અને સનાતન ધર્મના અનુયાયીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે દેશના વિકાસ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે આ પરિણામ મહત્વપૂર્ણ સાબિત થશે.