ધાનેરા તાલુકાની સોડાલ પ્રાથમિક શાળાના શિક્ષક સ્વ.પોપટભાઈ પરમારનું ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં આકસ્મિક અવસાન થતાં શિક્ષક પોપટભાઈના યુનિયન બેંકના સેલરી એકાઉન્ટ સાથે મળતા વિશેષ અકસ્માત વીમા કવચ અંતર્ગત રૂ.દોઢ કરોડની રકમ મંજૂર કરવામાં આવતા આજે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુજી રાઠોડ, ટી.ડી.ઓ. મહેન્દ્રભાઈ ચૌધરી, ટી.પી.ઈ.ઓ. જગમાલભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ, ધાનેરા તાલુકા શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ પરેશભાઈ ગલચર તેમજ અગ્રણીઓ અને તાલુકાના શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સ્વર્ગસ્થ શિક્ષકના વારસદારોને રૂ. ૧.૫૦ કરોડનો ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો. યુનિયન બેંક ધાનેરા શાખાના બ્રાન્ચ મેનેજર યુવરાજ રાજપુરોહિતે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ શિક્ષકની ખોટ ક્યારેય પૂરી શકાય