ખંડણી કેસમાં ગુજરાત ATSની એન્ટ્રી
વડોદરાના એક અગ્રણી કેમિકલ વેપારી પાસે રૂ. ૧૦ કરોડની માતબર રકમની ખંડણી માંગવાના ચકચારી કેસમાં કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાની ગેંગનું નામ સામે આવતાં ગુજરાત એટીએસ (ATS) અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ ગઈ છે. વેપારીને પહેલા દિલ્હીથી ધમકીભર્યા ફોન કોલ્સ અને ત્યારબાદ અનેક વોઈસ નોટ મોકલીને ખંડણી વસૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં દિલ્હી અને વડોદરા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ચાંદની ચોક વિસ્તારમાંથી રૂ. ૧૦ લાખનું ટોકન લેવા આવેલા કુલદીપ સ્વામી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી તપાસ દરમિયાન રૂ. ૪ કરોડની કિંમતનું હેરોઇન પણ મળી આવ્યું હતું. હાલ આરોપી કુલદીપ સ્વામી તા. ૧૮ સપ્ટેમ્બર સુધી દિલ્હી પોલીસના રિમાન્ડ પર છે, જ્યાંથી રિમાન્ડ પૂરા થયા બાદ ટ્રાન્સફર વોરંટના આધારે તેને વડોદરા લાવવામાં આવશે, જ્યારે બીજી તરફ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન રવાના થઈને આ ગેંગના સમગ્ર �