ઘોઘંબા: તાલુકાના કંકોડાકોઈ ગામે ટ્રેક્ટરની ટક્કરથી ૪૪ વર્ષીય આધેડનું કમકમાટીભર્યું મૃત્યુ, ચાલક વિરુદ્ધ ગુનો દાખલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામે ૨૪ જૂનના રોજ ટ્રેક્ટરની ટક્કરથી ૪૪ વર્ષીય પર્વતસિંહ સોલંકીનું કરુણ મોત નીપજ્યું હતું. તેઓ જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બેફામ ગતિએ આવેલા ટ્રેક્ટરે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે મૃતકના પુત્ર જીતેન્દ્રસિંહે ફરિયાદ નોં