ગારિયાધાર: ગારિયાધાર શહેરના નવાગામ રોડ પર રાત્રીના સમયમાં રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.
ગારિયાધાર શહેરના નવાગામ રોડ પર ગત રાત્રી સુખનાથ પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં રહેલા ફ્રિજમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની વિગત: મળતી માહિતી અનુસાર, સુખનાથ પ્લોટમાં રહેતા દિનેશભાઈ ભાલીયાના મકાનમાં આ બનાવ બન્યો હતો. ઘરમાં રહેલા ફ્રિજમાં અચાનક આગ લાગતા પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ પરિવારના સભ્યો સમયસૂચકતા વાપરીને ઘરની બહાર