જસાણી વાસમાં રહેતો જુનેદ મુસ્તુફા હિંગોરજાએ હિંગોરજા વાસમાં આવેલા પોતાના કબજાના વાડામાં ઘેટાં-બકરાં બાંધવા માટે બનાવેલા પતરાના શેડની ઉપર ઘાસની નીચે એક સિંગલ નાળવાળી હાથ બનાવટની બંદૂક છુપાવી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે આ સ્થળે દરોડો પાડયો હતો અને રૂપિયા ૫ હજારની બંદૂક સાથે આડેસર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.