માંડવી: માંડવી રૂકમાવતી નદી પટમાં ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં રોષ
Mandvi, Kutch | May 19, 2026 માંડવી ખાતે રૂકમાવતી નદી પટ વિસ્તારમાં ગાયો ના મોતની ઘટનાએ જીવદયા પ્રેમીઓ તેમજ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. મળતી માહિતી મુજબ ધાર્મિક કાર્યક્રમ બાદ વધેલું જમણ નદી પટ વિસ્તારમાં ફેંકવામાં આવ્યું હતું. આ વધેલો ખોરાક ગાયો દ્વારા ખાઈ લેવાતા તેમનું મોત નિપજ્યુ હતું છેલ્લા બે દિવસ દરમિયાન અંદાજે પાંચથી સાત ગાયો ના મોત થયાની માહિતી સામે આવી રહી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.