2027નો ODI વર્લ્ડ કપ 2 ઓક્ટોબરથી શરૂ થવાની ચર્ચાએ ક્રિકેટ જગતમાં ઉત્સુકતા વધારી છે. અહેવાલો મુજબ ગાંધી જયંતિના દિવસે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા અંગે વિચારણા ચાલી રહી છે. ICCએ હજુ સત્તાવાર તારીખ જાહેર કરી નથી, જ્યારે ફાઇનલ 21 નવેમ્બરે રમાઈ શકે છે. વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે કરશે. મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકા સાથેના ઐતિહાસિક સંબંધને કારણે 2 ઓક્ટોબરની તારીખ ખાસ માનવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટ માટે ત્રણેય દેશોમાં કુલ 12 વેન્યુ પર મેચો યોજાવાની તૈયારી કરવામાં આવી છે.
#ODIWorldCup2027 #CricketWorldCup #ICCWorldCup #SouthAfrica #CricketNews #HumDekhengeNews