3 સિસ્ટમ સક્રિય થતાં હજુ બે દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
#GujaratRain #IMDAlert #OrangeAlert #WeatherUpdate #HeavyRain #Thunderstorm #GujaratWeather #MonsoonUpdate #humdekhengenews
હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે 2થી 5 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 50થી 60 કિમી સુધી પહોંચી શકે છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ ત્રણ સિસ્ટમોમાં બે સાયકલોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે, જેની અસર સમગ્ર ગુજરાતમાં અનુભવાઈ રહી છે. આજે એટલે 3 જૂને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન, ગાજવીજ અને વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.