અમદાવાદનો જાણીતો સુભાષ બ્રિજને પિલ્લર સહિત સંપૂર્ણ તોડવા એક્સપર્ટ્સનો અભિપ્રાય
અમદાવાદના સુભાષ બ્રિજના સંપૂર્ણ ડિમોલીશન અંગે આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. બ્રિજના સ્પાન અને ગર્ડરમાં તિરાડો જોવા મળતાં કન્સલ્ટન્ટે સંપૂર્ણ બ્રિજ તોડવાની ભલામણ કરી છે. 60 વર્ષથી વધુ જૂનો બ્રિજ હોવાથી પિલ્લરની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને નિષ્ણાતો વચ્ચે આજે સાંજે બેઠક યોજાનાર છે. બ્રિજ સંપૂર્ણ તોડવાનો નિર્ણય લેવાય તો નવા નિર્માણમાં એપ્રિલ 2027 સુધીનો સમય લાગી શકે છે. સંપૂર્ણ ડિમોલીશનથી અંદાજે 4થી 5 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થવાની શક્યતા છે.
#Ahmedabad #SubhashBridge #AhmedabadNews #AMC #BridgeDemolition #GujaratNews #Infrastructure #HumDekhengeNews