બાંગ્લાદેશે ડાર્વિન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવી તેની ધરતી પર પ્રથમ ટેસ્ટ વિજય નોંધાવ્યો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 198 રન કર્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશે 426 રન બનાવી 228 રનની મોટી લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં કેમેરોન ગ્રીનની સદી છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે બાંગ્લાદેશને ટેસ્ટ જીતવા માટે માત્ર 57 રનનો ટાર્ગેટ મળ્યો હતી, જે તેણે એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હસન મહમૂદે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો, જ્યારે મેહિદી હસન મિરાઝે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. 2017માં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ હવે બાંગ્લાદેશે પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર પણ ઐતિહાસિક જીત મેળવી છે.
#BangladeshCricket #AustraliaCricket #TestCricket #HistoricWin #CricketNews #HumDekhengeNews