ધનસુરા પ્રાથમિક શાળા નં. ૧માં મધ્યાહન ભોજન યોજનાની ગેરરીતિ સામે કલેક્ટરની કડક કાર્યવાહી
.
જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ ધનસુરા પ્રાથમિક શાળા નંબર ૧ની આકસ્મિક મુલાકાત લઈને શાળાની શૈક્ષણિક વ્યવસ્થા અને મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિઓ સામે આવતાં કલેક્ટરે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
.
નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવા કાર્યવાહી, ભોજન યોજનાના સંચાલકને દૂર કરવા સૂચના આપી...
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli