અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક અને દબાણ ઘટાડવા શહેરમાં 31 વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન કર્યું હતું. તેમાંથી 19 માર્કેટ તૈયાર થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં 68 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. છતાં મોટાભાગની માર્કેટમાં થડા ખાલી છે અને ફેરિયાઓ હજુ રોડ-ફૂટપાથ પર જ ધંધો કરી રહ્યા છે. ગોતા સિવાય ચાંદલોડિયા, બોડકદેવ, સરખેજ અને જોધપુર સહિતની માર્કેટોમાં વેપારીઓની હાજરી ઓછી જોવા મળી છે. વેપારીઓનું કહેવું છે કે માર્કેટમાં ગ્રાહકો ન આવતા ધંધો ચાલતો નથી, તેથી તેઓ જૂની જગ્યાએ પરત જાય છે. કોર્પોરેશનના કમિટી ચેરમેનોએ પણ માર્કેટ ખાલી રહેવાની સમસ્યા સ્વીકારી છે.
#Ahmedabad #AMC #VegetableMarket #StreetVendors #AhmedabadNews #HumDekhengeNews