કતાર વિસ્ફોટમાં સુરતના યુવાનનું મોત, 48 કલાક બાદ મોતની પુષ્ટિ થઈ
કતારના રાસ લાફાન LNG પ્લાન્ટમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં સુરતના યુવાન સની પટેલનું દુઃખદ અવસાન થયું હોવાની પુષ્ટિ થઈ છે. છેલ્લા 48 કલાકથી પરિવારના સંપર્કમાં ન રહેલા સની પટેલના મૃતદેહની ઓળખ તેમના ભાઈ રવિ પટેલે કરી લીધી છે. હવે ભારતીય દૂતાવાસની મદદથી મૃતદેહને કતારથી અમદાવાદ અને ત્યારબાદ સુરત લાવવામાં આવશે. ઘટનાના સમાચાર મળ્યા બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સનીની પત્ની પિંકલબેનની તબિયત પણ સતત આઘાત અને શોકના કારણે બગડી હોવાનું જાણવા મળ્યું છે.
#QatarBlast #SuratNews #SunnyPatel #RasLaffan #IndianInQatar #GujaratNews #HumDekhengeNews