છત્રપતિ સંભાજીનગરમાં 250 ફૂટ ઊંડી ખીણમાં પડી એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, iPhoneની EMI ભરવા મુદ્દે પુત્ર કુણાલની પિતા સાથે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ તે ગુસ્સામાં પહાડ પર ગયો હતો. આ ઘટનાના એક દિવસ પહેલાં જ માતા સંગીતાએ પોતાની YouTube ચેનલ પર સંબંધોમાં પ્રેમ અને સન્માનના મહત્વ અંગે વીડિયો પોસ્ટ કર્યો હતો. સંગીતાના YouTube પર 29 હજારથી વધુ ફોલોઅર્સ હતા અને તેઓ મોટિવેશનલ વીડિયો બનાવતા હતા.
#HumDekhengeNews #SambhajinagarNews #MaharashtraNews #FamilyTragedy #ViralVideo