ગુજરાતમાં 13 જુલાઈ સુધી માત્ર 223.91 મિમી (24.64%) વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં 188.69 મિમી ઓછો વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, જામનગર અને મોરબીમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. ઓછા વરસાદથી ખેડૂતોમાં વાવણી, ઘાસચારો અને સિંચાઈને લઈને ચિંતા વધી છે. નિષ્ણાતોના મતે 15-20 જુલાઈએ છૂટાછવાયા વરસાદ અને 25થી 31 જુલાઈ વચ્ચે સારા વરસાદની શક્યતા છે. જો વરસાદ નહીં વધે તો રાજ્યમાં જળાશયો, ખેતી અને પીવાના પાણી પર ગંભીર અસર પડી શકે છે.
#GujaratRain #Monsoon2026 #RainfallUpdate #WeatherNews #GujaratWeather #FarmerNews #HumDekhengeNews