વડોદરાની યાસ્તિકા ભાટિયાએ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર સદી ફટકારીને પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટર તરીકે ખાસ સિદ્ધિ મેળવી છે. PWDમાંથી નિવૃત્ત હરીશ ભાટિયા અને ગરીમા ભાટિયાની દીકરી યાસ્તિકાની આ સિદ્ધિથી પરિવાર અને વડોદરામાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. માતા-પિતાએ જણાવ્યું કે યાસ્તિકાએ 8 વર્ષની ઉંમરથી ક્રિકેટ શરૂ કર્યું હતું અને અભ્યાસ સાથે રમતને પણ સફળતાપૂર્વક આગળ વધારી. પરિવારજનોએ જણાવ્યું કે, દીકરીની સદી જોઈ શક્યા નહીં તેનું દુઃખ છે, પરંતુ તેની સિદ્ધિનો આનંદ જીવનની સૌથી મોટી ખુશી છે.
#YastikaBhatia #TeamIndia #WomensCricket #Lords #CricketNews #Vadodara #GujaratNews #HumDekhengeNews