કેતન હત્યાકાંડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા, કેતનની હત્યા માટે બનાવાયા અનેક પ્લાન
પુણેના કેતન હત્યાકાંડમાં દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી વચ્ચે છેલ્લા 6 મહિનામાં 2004 ફોન કોલ થયા હતા, જેમાં કુલ 238 કલાક વાતચીત થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ બંનેએ મળીને કેતનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આરોપ છે કે પહેલા પણ કેતનને ખીણમાં ધક્કો મારી જાન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. ત્યારબાદ જન્મદિવસના બહાને ફરી લોહાગઢ લઈ જઈ તેને ખીણમાં ધકેલી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.
#KetanMurderCase #PuneCrime #CrimeNews #PoliceInvestigation #IndiaNews #HumDekhengeNews #CrimeAlert