ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
#GujaratWeather #OrangeAlert #RainAlert #IMD #WeatherUpdate #Thunderstorm #HeavyRain #GujaratNews #BreakingNews #humdekhengenews
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ મેઘમહેર જોવા મળી છે. જોકે આજે(3 જૂન) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. આ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજમાં 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.