સિંહ સંરક્ષણ વચ્ચે સિંહબાળનો મૃતદેહ મળતા અરેરાટી
જૂનાગઢના ગિરનાર જંગલ નજીકથી સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે. વાણંદ સોસાયટી વિસ્તારમાંથી એક સિંહબાળના ગુમ થયા બાદ શોધખોળ શરૂ થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે વન વિભાગે તપાસ હાથ ધરી હતી. મૃત સિંહબાળના શરીર પર ઈજાના નિશાન મળતા શંકા ઊભી થઈ છે. હત્યા કે ઇનફાઇટમાં મોત થયું તે દિશામાં તપાસ ચાલી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યો છે.
#GirLion #LionCub #JunagadhNews #WildlifeNews #GirForest #ForestDepartment #GujaratNews #HumDekhengeNews