પતિ સાથે મળી પ્રેમીની હત્યા કરી, ઈન્ટરનેટથી આવ્યો હતો આઈડિયા
#CrimeNews #UttarPradesh #Fatehpur #MurderCase #PoliceInvestigation #TrueCrime #HumDekhengeNews
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી પ્રેમ, વિશ્વાસઘાત અને ક્રૂરતાની હદ વટાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક પ્રેમ સંબંધના કારણે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. પોલીસે 8 મેથી ગુમ થયેલા યુવાનના કેસનો ભેદ ઉકેલી લીધો છે, જેમાં યુટ્યુબ સર્ચ હિસ્ટ્રીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.