ધાનેરા પોલીસે રૂ.11,76,250 થી વધુની કિંમતનો 64.750 કિલો પોષ ડોડાનો જથ્થો બોલેરો ગાડી સાથે ઝડપી પાડ્યો
ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ચૌધરી સહિતના સ્ટાફે બાતમીના આધારે ધાનેરા તાલુકાના ગોલા ગામ પાસેથી વાહન ચેકીંગ દરમિયાન બાતમી મુજબની બોલેરો ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા ગાડીમાં સંતાડેલો કુલ 64.750 કિલોગ્રામ પોષડોડા જેની કિંમત અંદાજિત રૂ.9,71,250 તથા રૂ.200000 ની ગાડી ,મોબાઈલ ફોન સાથે આરોપી, ઉદારામ મગારામ જાટ (રહે. ગુંદાઉ, રાજસ્થાન વાળા)ને ગેરકાયદેસર પ્રતિબંધિત નશીલા પદાર્થ પોષડોડાની હેરાફેરીના ગુનામાં ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી, આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
.
#bkpolice