દાહોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગની વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાત લીધી
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આયોજિત ઇન્ડક્શન કાર્યક્રમ અંતર્ગત દાહોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અગ્નિશામક સેવાઓ, આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સુરક્ષા અંગે વ્યવહારુ જ્ઞાન પ્રદાન કરવાનો હતો.
મુલાકાત દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ફાયર સ્ટેશનની કામગીરી, વિવિધ પ્રકારના અગ્નિશામક સાધનો, ફાયર ટેન્ડર, રેસ્ક્યૂ ઉપકરણો તથા ઇમરજન્સી પ્રતિસાદ પ્રણાલી વિશે વિગતવાર માહિતી આપી. ઉપરાંત આગ લાગવાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ કેવી રીતે આપવો, આગથી બચવાના ઉપાયો તથા સલામતીના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ફાયર ફાઇટિંગ સાધનોનું જીવંત પ્રદર્શન પણ બતાવવામાં આવ્યું, જેને વિદ�
Dohad, Dahod | Jul 11, 2026