આણંદ શહેર: જિલ્લાના ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કરી કુલ રૂ. ૬૨ લાખથી વધુની ચકાસણી ફિ વસુલ કરાઈ
આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકશ્રીએ એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર આણંદ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કરી કુલ રૂપિયા ૬૨,૩૯,૯૦૫/- ની ચકાસણી ફિ વસુલ કરવામાં આવી છે.