આહવા: ડાંગના યુવા પર્વતારોહક ભોવનભાઈ રાઠોડે માઉન્ટ યુનમ શિખર સર કરી વધાર્યું ગુજરાતનું ગૌરવ
ડાંગના આહવા તાલુકાના ચિરાપાડા ગામના પર્વતારોહક ભોવનભાઈ રાઠોડે 6111 મીટર ઊંચું માઉન્ટ યુનમ શિખર સર કરી તિરંગો લહેરાવ્યો છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને પત્ર પાઠવી અભિનંદન આપ્યા છે.