ગારિયાધાર: ગારિયાધારમાં પાણીનો બગાડ કે તંત્રની બેદરકારી?
ગારિયાધારમાં પાણીનો બગાડ કે તંત્રની બેદરકારી? ગારિયાધાર શહેરમાં એક તરફ લોકોને સમયસર અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ રામજી મંદિરથી આંબલી ચોક સુધી રસ્તાઓ પર પાણી વહેતું જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે. રસ્તાઓ પર સતત વહેતા પાણીના કારણે પાણીનો બગાડ તો થઈ જ રહ્યો છે, સાથે સાથે વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પાણીની લાઈન લીકેજ, વાલ્વની ખામી અથવા અન્ય કોઈ તકનીકી કા