કેન્દ્રીય કેબિનેટે EPFOની ફરજિયાત કવરેજ માટેની વેતન મર્યાદા ₹15,000થી વધારી ₹25,000 માસિક કરી છે. આ નિર્ણયથી અંદાજે 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓ EPFOના દાયરામાં આવશે. ₹15,000થી ₹25,000ના વેતનવર્ગના અનેક કર્મચારીઓને હવે PF સહિતની સામાજિક સુરક્ષાનો લાભ મળશે. નવી મર્યાદાથી કર્મચારીઓની નિવૃત્તિ માટેની બચત અને પેન્શન સુરક્ષા વધુ મજબૂત બનશે. કેટલાક કર્મચારીઓના PF યોગદાનમાં વધારો થવાથી ટેક-હોમ સેલેરીમાં થોડો ઘટાડો થઈ શકે છે. આ નિર્ણયને કારણે સરકારનો વાર્ષિક ખર્ચ આશરે ₹11,339 કરોડ વધવાનો અંદાજ છે.
#EPFO #PFUpdate #SocialSecurity #SalaryLimit #EmployeesBenefit #HumDekhengeNews