ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRDની 12,733 જગ્યાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં કુલ 18,322 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઇડ જાહેર કરાયા છે. પાર્ટ-A અને પાર્ટ-Bમાં અલગ-અલગ 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને તક મળી છે. રમતગમત, NCC ‘C’, વિધવા સહિતના નિયમ મુજબના વધારાના ગુણ પણ ગણવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન પ્રમાણપત્રો માન્ય નહીં ઠરે તો વધારાના ગુણ રદ થઈ શકે છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઇડ થવું અંતિમ પસંદગી નથી.
#HumDekhengeNews #LRDRecruitment #GujaratPolice #PoliceBharti #GujaratJobs #LRD2026