સુરતના બે સાહસિક બાઈક રાઇડર્સે 20 દિવસમાં 7,500થી વધુ કિલોમીટરની હિમાલયન રાઇડ પૂર્ણ કરી છે. કૈમાસ ભગવાગર અને ખુઝાન ડુમાસિયાએ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર 19,024 ફૂટની ઊંચાઈએ બાઈક દોડાવી સિદ્ધિ મેળવી છે. આ અભિયાન દરમિયાન બંનેએ ખાર્દુંગ લા, ચાંગ લા અને શિંકુ લા સહિત અનેક પડકારજનક પર્વતીય પાસ પાર કર્યા. કઠિન રસ્તાઓ અને અનિશ્ચિત હવામાન વચ્ચે સુરક્ષિત રીતે રાઇડ પૂર્ણ કરી બંનેએ સાહસ અને દૃઢ સંકલ્પનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની આ સિદ્ધિથી સુરતના રાઇડિંગ સમુદાયમાં ગૌરવની લાગણી છવાઈ છે.
#HumDekhengeNews #SuratNews #HimalayanRide #BikeRiders #AdventureRide