ભુજ: ભુજમાં 300 કિલો આધાર પુરાવા વિનાનો એલ્યુમિનિયમ વાયર ઝડપાયો
Bhuj, Kutch | Sep 13, 2026 ભુજના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પશ્ચિમ કચ્છની ટીમે આધાર-પુરાવા વિનાના આશરે 300 કિલો એલ્યુમિનિયમ વાયર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.1.40 લાખનો વાયર તેમજ રૂ.4 લાખની મહિન્દ્રા પીકઅપ ગાડી (GJ-12-CV-2583) મળી કુલ રૂ.5.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ભીડનાકા બહાર સીતારા ચોક, ભુજ ખાતે રહેતા રજબઅલી બરકતઅલી પઠાણ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.