જેતપુર પાવી: ભારજ નદી પર નવા બ્રિજ માટે 81.14 કરોડની મંજૂરી
છોટાઉદેપુરના જેતપુર પાવીના ડુંગરવાંટ ગામે ભારજ નદી પર નવો મેજર બ્રિજ બનશે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆત બાદ 81 કરોડ 14 લાખના ખર્ચે પુલ બનાવવા માટે સરકાર તરફથી મંજૂરી મળી છે. આ નિર્ણયથી સ્થાનિકોની વર્ષો જૂની માંગ પૂર્ણ થશે.