માંડવી: કામદા એકાદશી નિમિતે જી.ટી. હાઈસ્કૂલ 1995 બેચ દ્વારા સેવા કાર્ય હાથ ધરાયું
Mandvi, Kutch | Mar 29, 2026 માંડવી ખાતે કામદા એકાદશીના પાવન અવસરે જી. ટી. હાઈસ્કૂલના 1995 બેચના મિત્રો દ્વારા સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને દહીંવડા પ્રસાદ રૂપે પીરસવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં બેચના તમામ મિત્રો સંયુક્ત રીતે જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સાથે જ દાતા પરિવારનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમાચાર સાંજે 7:00 કલાકે પ્રાપ્ત થયા હતા