ગારિયાધાર: ગારિયાધાર ખાતે સંતશ્રી વેલનાથબાપાની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું
ગારિયાધાર ખાતે સંતશ્રી વેલનાથબાપાની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે વિસ્તારમાં ભક્તિભાવનું અનોખું વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. ધર્મોત્સવ દરમિયાન વહેલી સવારથી જ મંદિરે પૂજા-અર્ચના, આરતી અને ભજન-કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. સંતશ્રી વેલનાથબાપાના જીવન અને ઉપદેશોને યાદ કરીને ભક્તોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે પ્રસાદી વિતરણ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું