રાજકોટ પૂર્વ: 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકરે નિવેદન આપ્યું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી 21જૂનને વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ અંગે આજે બપોરે 1:00 વાગ્યે મળતી માહિતી અનુસાર વધુ વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જૈમીન ઠાકરે જણાવ્યું હતું,યોગ દિવસ અંતર્ગતના કાર્યક્રમો અલગ અલગ પાંચ સ્થળે યોજાશે અને આમાં 20,000 જેટલા લોકો ભાગ લે તેવી શક્યતા છે.ભાગ લેનાર તમામ લોકોને મનપા દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.