રાજકોટ પૂર્વ: કોઠારીયા રોડના રહીશો કલેકટર કચેરી ખાતે ડિમોલેશન અટકાવવા રજૂઆત કરવા પહોંચ્યા
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ વિસ્તારની અંદર ડિમોલેશન અટકાવવાની રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ સ્થાનિક લોકો અને વૃદ્ધ અને બાળકો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય ન્યાય કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ હતી