નવસારી: નવસારીમાં દિવાળી દરમિયાન અકસ્માતના 59 કેસ, સિવિલ હોસ્પિટલમાં સારવાર
દિવાળીના તહેવારમાં નવસારીમાં અકસ્માતની અલગ-અલગ ઘટનાઓમાં 59 લોકો ઘાયલ થયા છે. તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. તહેવાર દરમિયાન દર્દીઓની સેવામાં 140 ડોક્ટર્સ અને 200થી વધુ સ્ટાફ સતત ફરજ પર હાજર રહ્યા હતા.