સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જૈન સમાજ દ્વારા જનકલ્યાણકારી અને સેવાકીય પ્રવૃત્તિઓ સતત આગળ વધતી રહે છે ધ્રાંગધ્રા શહેરમાં પણ જૈન સમાજની અનેક સંસ્થાઓ માનવતાની સુગંધ ફેલાવતા કાર્યો દ્વારા સમાજજીવનમાં સકારાત્મક ઊર્જા પૂરતી રહે છે આ જ સેવાભાવી પરંપરાને આગળ વધારતા ધ્રાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટર (JJC Center) લેડીઝ વિંગ દ્વારા ભવ્ય ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન શહેરના પ્રતિષ્ઠિત હોટલ The Lords Royal ખાતે કરવામાં આવ્યું હતું