દમણ સીફેસ જેટીના દરિયામાં સુરતનો યુવાન ડૂબ્યો, શોધખોળ ચાલુ.
ગઈ કાલે સુરતથી દમણ ફરવા આવેલા 2 મિત્રો પૈકી સૌરભ વિશ્વકર્મા નામનો 27 વર્ષીય યુવાન સીફેસ જેટીના દરિયામાં ડૂબી ગયો છે. વીકેન્ડમાં દમણમાં સહેલાણીઓનો મોટો ધસારો રહેતો હોય છે, અને નશામાં ધૂત થઈને સહેલાણીઓ દ્વારા નિયમોની કરાતી અવગણના ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આ બંને મિત્રો જેટી પર શરાબ પીવા બેઠા હતા, જેમાં એક મિત્રને નશો ચઢી જતા તે નશામાં ત્યાં જ ઊંઘી ગયો હતો. તે દરમિયાન બીજો મિત્ર સૌરભ પોતાના કપડાં ઊંઘતા મિત્ર પાસે મૂકીને દરિયામાં નહાવા પડ્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. જે બાદ કોઈ વ્યક્તિએ આ અંગે જાણ કરતા પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ ઊંઘતા મિત્રને ઉઠાડીને કપડાં અંગે પૂછપરછ કરતા તેને પોતાના મિત્ર વિશે કોઈ ખબર ન હતી. દરિયામાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, અને તેના મિત્રને પૂછપરચ્છ માટે પોલીસ મથકે લઇ જ�
Vapi, Valsad | Sep 29, 2026