અંજાર: પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એ.આર. ગોહિલને બદલી નિમિત્તે ભાવભીની વિદાય
Anjar, Kutch | Apr 1, 2026 અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.આઈ. એ.આર. ગોહિલની બદલી થતા સ્ટાફ અને સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. પીઆઇ ગોહિલે પોતાના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમજ જનતા સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે ના સૂત્રને સાર્થક કર્યું હતું. વિદાય પ્રસંગે સહકર્મીઓ અને ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમની કામગીરીની પ્રશંસા કરી અને ભાવભીની શુભેચ્છાઓ પાઠવી હતી. પી આઈ ગોહિલે પણ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.