છોટાઉદેપુર: છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલનનું આયોજન
વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના ઉપલક્ષમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા પરંપરાગત સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ વસેડી ગામ સ્થિત સંતકૃપા ફાર્મ ખાતે યોજાશે, જેમાં સૌને શુભેચ્છા પાઠવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.