અમદાવાદ શહેર: માધુપુરા ઘી માર્કેટમાં AMC ની તપાસ
અમદાવાદમાં નકલી ઘી વેચનારાઓ સામે AMC ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. માધુપુરા માર્કેટમાં આવેલ 'HP ફૂડ' સહિત વિવિધ એકમોમાં દરોડા પાડવામાં આવ્યા છે. અગાઉ લીધેલા સેમ્પલ ફેસ થતાં AMC દ્વારા આ એકમને સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અટકાવી શકાય.