ગાંધીનગર: ઝુંડાલમાં 'પંચમ પેન્ટાગોન'ના 8મા માળે ભીષણ આગ, શોર્ટ સર્કિટથી મકાન બળીને ખાખ, 10 લોકોનું રેસ્ક્યુ
ગાંધીનગર નજીક ચાંદખેડા, ઝુંડાલ અને ત્રાગડ વચ્ચે આવેલી મુક્તિ ધામ સોસાયટીના પંચમ પેન્ટાગોન ફ્લેટના બ્લોક-Cમાં શુક્રવારે વહેલી પરોઢિયે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બ્લોક Cના આઠમા માળે આવેલા એક બંધ મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેને પગલે ઉપરના માળના કુલ 10 રહેવાસીઓને ફાયર બ્રિગેડે સલામત રીતે બહાર કાઢ્યા હતા.