ગાંધીનગર: ચિલોડા પોલીસે ચંદ્વાલા નાકા પોઇન્ટ પાસેથી બોલેરો કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ગાંધીનગરની ચિલોડા પોલીસે નેશનલ હાઈવે 48 પર ચંદ્રાલા નાકા પોઈન્ટ પાસે સઘન વાહન ચેકિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે રાજસ્થાન પાસિંગની એક સફેદ બોલેરો ગાડીમાંથી આશરે 1.41 લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો સહિત કુલ રૂ.4.20 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.